મોરબી નગર પાલિકાની હદમાં રોડ પેચ વર્ક-સાફ સફાઈ: ટંકારામાં સફાઈ-દવા છંટકાવની કામગીરી શરૂ
મોરબીના મકનસર-બંધુનગર પાસે હાઇવે ઓથોરિટીના પાપે વરસાદી પાણી ભરાયા
SHARE
મોરબીના મકનસર-બંધુનગર પાસે હાઇવે ઓથોરિટીના પાપે વરસાદી પાણી ભરાયા
મોરબીના મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામ માં આવન- જાવન બંધ થઈ જાય છે જેની અનેક રજૂઆત નેશનલ હાઇવે ઓથોરિટીને કરી છે પણ તેને આ સમસ્યા દૂર કરવામાં આવી નથી અને ગ્રામજનોને આજ સુધી લોલિપોપ જ આપવામાં આવી રહી છે. ત્યાં દર વર્ષે ચોમાસામાં અનેક રાહદારી ખાડો હોવાથી પડી જાય છે અને ઇજાઓ પણ થાય છે અને આ સમસ્યાની રજૂઆત વર્તમાન ધારાસભ્યને પણ કરી છે તો પણ તેને ઉલેકવામાં આવતી નથી. ત્યારે સવાલ એ છે કે આટલો મોટો ટોલ ટેકસ ઉઘરાવવા છતાં લોકોની સમસ્યાને કેમ કોઈ ધ્યાને લેતું જ નથી.