મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

હળવદમાં બાવળની જાળીમાંથી દારૂની 30 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE















હળવદમાં બાવળની જાળીમાંથી દારૂની 30 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

હળવદના આસ્થા રોડ ઉપર આવેલ મંદિર પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 30 જેટલી બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ તથા વાહન આમ કુલ મળીને 48,745 ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પણ પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આસ્થા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે હસમુખભાઈ ચાવડાની કબજા ભોગવતા વાડી વળીના પાસે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને 30 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને 30,000 ની કિંમતનું બાઈક નંબર જીજે 36 પી 4647 આમ કુલ મળીને 48,745 નો મુદ્દા માલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી આરોપી હસમુખ ઉર્ફે હસુ ખીમજીભાઈ ચાવડા (34) રહે વિશ્વ પાર્ક સોસાયટી કન્યા છાત્રાલયની બાજુમાં હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મેહુલ રમણીકભાઈ ગોઠી રહે. કણબીપરા હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News