ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો


SHARE









માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો

માળિયા તાલુકાના એક બે નહીં પરંતુ 30 જેટલા ગામમાં પાણીની સપ્લાઈ માટેના ખીરઈ ગામે આવેલ સંપ ઉપયોગમાં લેવામાં આવે છે તે સંપમાં મચ્છુના પાણી ફરી વળ્યા હતા. જેથી કરીને ત્યાંની મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી ગત મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ હતી જો કે, અધિકારીઓએ ટીમોને કામે લગાડીને આજેથી 30 ગામની પાણી સપ્લાઈ શરૂ કરી દીધેલ છે. જેથી લોકોનો પાણીનો પ્રશ્ન હાલમાં ઉકેલાઈ ગયેલ છે.

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે સવારે 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે માળીયા મિયાણા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને માળીયા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે થી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા ત્યારે ખીરઈ ગામ ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ પાણીના સંપમાં પણ અંદાજે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી પાણી સપ્લાય માટે ખીરઈના સંપમાં ઉપયોગમાં લેવામાં આવતી ઈલેક્ટ્રીક મોટર સહિતની તમામ મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી

જેથી કરીને ગત મંગળવારથી ખાખરેચી આસપાસના 12, ખીરાઈ પાસેના 8 અને મોટા દહીસરા ગામ પાસેના 10 ગામ આમ કુલ મળીને 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ થઈ ગઈ હતી અને નાછૂટકે લોકોને નદી નાલાના પાણીનો પીવાના પાણી તરીકે તથા ઘર વપરાશના પાણી તરીકે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ હતી જેથી કરીને સાંસદ અને ધારાસભ્ય દ્વારા ગઇકાલે માળીયાની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેની અધિકારીઓને સૂચના આપી હતી જેથી રાત દિવસ જોયા વગર કામ કરીને આ સંપને પુનઃ સહરું કરી દેવામાં આવેલ છે.

હાલમાં મોરબીમાં આવેલ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચોડવાડિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, માળીયા તાલુકામાં 30 ગામમાં ખીરઈ સંપથી પાણી સપ્લાઈ કરવામાં આવે છે જો કે, તે સંપ પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને ત્યાર મૂકવામાં આવેલ પેનલ અને ઇલેક્ટ્રીક મોટર સહિતની મશીનરીમાં નુકશાન થયું હતું જો કે, સંપને તાત્કાલિક ચાલુ કરવા માટે ટીમે રાત દિવસ જોયા વગર કામ કરીને આજથી આ સંપમાંથી જે ગામોને પાણીની સપ્લાઈ કરવા આવે છે તે તમામ ગામોને પાણી મળે તે રીતે સંપ ચાલુ કરી દીધેલ છે.




Latest News