મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ


SHARE











મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપની બાજુમાં કોમ્પ્લેક્સની અંદર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,70,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ તુલસી પેટ્રોલપંપની બાજુમાં તુલસી કોમ્પલેક્ષની દુકાન નંબર 10 માં આવેલ શ્રી ભક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ પ્રમોદભાઈ સીધાપુરા (52). રહે. ઋષભનગર મોરબી, શૈલેષભાઈ નારણભાઈ ઓધવિયા (40) રહે. ઉમા ટાઉનશીપ પરિશ્રમ એપાર્ટમેન્ટ મોરબી, ભરતભાઈ પરબતભાઈ અમૃતિયા (50) રહે. પારેખ શેરી મોરબી, શૈલેષભાઈ પુનાભાઈ ટાંક (39) રહે. ઢુવા વાંકાનેર, હસમુખભાઈ રતિલાલ કાસુન્દ્રા (48) રહે. ઉમા ટાઉનશીપ પટેલ હાઇટ્સ મોરબી, યજ્ઞેશભાઇ રમેશભાઈ ભોજાણી (30) રહે. રવાપર રોડ ડિવાઇન એપાર્ટમેન્ટ મોરબી અને રાજેશભાઈ સુખરામભાઇ સોનાર્થી (33) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1,70,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ પૂરો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અકસ્માત થતાં વાહનમાં નુકશાન

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસેથી લાલપર ગામે આવેલ ક્રિષ્ના હોલની નજીક રહેતા અને જોમેટોમાં સર્વિસ કરતા જયેશભાઈ વાલજીભાઈ ઠોરીયા (20) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે 36 એએન 2002 લઈને જઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે 12 બીઆર 5123 ના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનના બાઈકમાં નુકસાન થયેલ છે અને અકસ્માત સર્જીને આરોપી પોતાની કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News