મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ
મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ચોરી કરેલ બાઇક સાથે એકની ધરપકડ
SHARE
મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ચોરી કરેલ બાઇક સાથે એકની ધરપકડ
મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના બી-10 બ્લોક નં-4 માં રહેતા ગીતાબેન અમૃતભાઈ લુહાર (45)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તેઓના ઘરની પાસે બાઈક નંબર જીજે 36 એડી 8494 કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઇક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં મોરબીની ઘુનડા ચોકડી પાસેથી પસાર થયેલા શખ્સને આર.પી. રાણા અને તેની ટીમે રોકીને તેની પાસે રહેલા બાઈકના કાગળો માંગ્યા હતા જે તેની પાસે ન હતા જેથી ચેક કરવામાં આવતા આ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપી હિતેશભાઇ ભૂપતભાઇ ભોજવિયા જાતે દેવીપૂજક (20) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી વાળાની ધરપકડ કરેલ છે