મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરા સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત


SHARE





























મોરબીના રોહિદાસપરા સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત

મોરબીના વોર્ડ નં-૨ વિસ્તારમાં આવેલા રોહિદાસપરા, તથા ડો. આંબેડકર કોલોનીમાં સ્મશાન રોડનું કામ ચાલુ થાય તે પહેલાં રોહિદાસપરામા સ્મશાન રોડ ખોદી નવેસરથી બનાવવા નાગરિકો દ્વારા મોરબી પાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

સામાજિક કાર્યકર જયેશભાઇ કે.સારેસાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં-2 વિસ્તાર, સમશાનરોડ, ડૉ. આંબેડકર કોલોની, તેમજ રોહીદાસપરા મેઈન રોડ વગેરે જગ્યાએ નગરપાલિકા દ્વારા મંજુર થયેલ આર.સી.સી રોડનું કામ ચાલુ છે.જેમાં મેઈન આર.સી.સી રોડ જે હાલ પરિસ્થિતિ રોહીદાસપરા, ડો. આંબેડકર કોલોની તેમજ સમશાન રોડનું કામ ચાલુ થવાનું હોય ત્યારે સમશાન રોડ ઉપર પહેલા તો ભૂગર્ભ ગટરની સમસ્યા મોટા પાઇપ નાખી હલ કરવામાં આવે ત્યાર બાદ રોડનું કાર્ય શરૂ કરવામાં આવે તો રોડ લાંબો સમય ટકશે.

ઉલ્લેખનીય છે કે હાલ પરિસ્થિતિ મુજબ શેરીઓમાં ખુલ્લી ગટરનું ગંદુ પાણી ઊભરાતા ઢીંચણ સુધીનાં પાણી ભરાયેલ છે. જેનાથી અકસ્માત થવાની તેમજ રોગચાળો ફેલવાની શક્યતાઓ વધુ છે. તાજેતરમાં એક ૧૮ વર્ષનો યુવાન રોહીદાસપરા વિસ્તારમાં શેરીઓમાં પાણી ભરાયેલ હોવાથી ઘરમાં પણ પાણી આવેલ જે ઉલ્લેચવા જતાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી યુવાનનું મૃત્યુ પામેલ છે.ભવિષ્યમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે સૌપ્રથમ ભૂગર્ભ ગટરની સમસ્યાનું ઝડપથી સમાધાન કરવામા આવે. તેમજ જે રોડનું કામ શરૂ થવાનું હોય તે કામ પૂરી ચોક્કસાઇથી તેમજ નવેસર જુના રોડ ખોદીને તેનું લેવલ કરી જે પાણી ભરાવાની સમસ્યા છે તે દુર કરવા પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.
















Latest News