હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાના પાસે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃશ્રી વિરબાઇ માઁ  માનવ સેવા તથા ગૌ સેવાના નામે 2018 થી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ


SHARE











મોરબીમાં માતૃશ્રી વિરબાઇ માઁ  માનવ સેવા તથા ગૌ સેવાના નામે 2018 થી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ

મોરબીમાં માતૃશ્રી વિરબાઇ માઁ  માનવ સેવા તથા ગૌ સેવાના નામે 2018 થી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે.જેમાં મોરબીમાં કોઈપણ પ્રસંગમાં વધેલું જમવાનું  સાથે ઘરે ઘરે જઇને તેમજ l નહીં જોઈતા કપડાં, બુટ-ચપ્પલ, પુસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સાથે છેલ્લા 9 મહિના મોરબીના સિવિલ હોસ્પિટલમાં દાતાના સહયોગથી સાંજે વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવામાં આવે છે સાથે દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સયહોગથી આખો શ્રાવણ મહિનો મોરબીના સિવિલ હોસ્પિટલમાં બપોરે ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમકે બાસુંદી, ટોપરા પાક, ગુલાબપાક, દૂધીનો હલવો, ગુલાબજાંબુ, શિખંડ, બ્રિજ લાડુ વગેરે વાનગીઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં રાજગરiની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા હતા.આ કાર્યમાં વિરબાઈ માઁ  ગ્રુપના બહેનો જયશ્રીબેન વાઘેલા, મીરાબેન ગૌસ્વામી, ભાનુબેન મજેડીયા, સરલાબેન રાચ્છ, જસવંતીબેન સોનગરા, મીરા દવે, ભૂમિ કક્કડ દ્વારા રસોઈ બનાવીને સેવાના કાર્યમાં સહભાગી બન્યા આ સમગ્ર આયોજન અલ્પાબેન કકકડ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News