મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ: દુષ્કર્મની કલમનો ઉમેરો કરાશે
મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત
SHARE









મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા અજયભાઈ રમેશભાઈ સિણોજીયા (24) નામનો યુવાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે નેક્સીઓન સીરામીક પાસેથી રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે ત્યાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં અજયભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવી છે.
હાર્ટ એટેકથી મોત
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોજવુડ લેમીનેટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુભાષકુમાર માર્કન્ડેરામ (40) નામનો યુવાન ત્યાં હતો ત્યારે તેને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે, બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવની ત્યાં જાણ કરવામાં આવેલ છે.
બાઇક સ્લીપ
મોરબીના નાનીવાવડી ગામે રહેતા ધર્મિષ્ઠાબેન હિતેશભાઈ રૂપાલા (40) નામના મહિલા બાઇકમાં પાછળ બેસીને ગામમાં આવેલા હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
