મોરબી ઇંડિયન લાયોનેસ કલબના સભ્યના જન્મદિવસે કરાયું વૃક્ષારોપણ
ટંકારા તાલુકામાં દારૂની બે રેડ: 166 બોટલ-350 લિટર દેશી દારૂ સહિત કુલ પાંચ આરોપીને પકડાયા, એકની શોધખોળ
SHARE
ટંકારા તાલુકામાં દારૂની બે રેડ: 166 બોટલ-350 લિટર દેશી દારૂ સહિત કુલ પાંચ આરોપીને પકડાયા, એકની શોધખોળ
ટંકારા તાલુકાના વીરપર ગામથી ઘુનડા તરફ જવાના રસ્તા ઉપર ઝૂંપડામાં અને ટંકારાના નગરનાકા પાસે રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 166 બોટલ અને 350 લિટર દેશી દારૂ કબ્જે કરેલ છે અને કુલ મળીને પાંચ આરોપીને પકડવામાં આવેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામથી ઘુનડા તરફ જવાના રસ્તા ઉપર ઝૂંપડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 56 બોટલો તેમજ 350 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સનીભાઈ શિવાભાઈ બાંભણીયા (19) રહે. સ્મશાન પાસે ઝુપડામાં વીરપર, રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા (28) રહે. સનાળા, ગણેશકુમાર શાહ (32) રહે. મેટ્રો ઇન્ડસ્ટ્રીઝ વીરપર અને સમીરભાઈ હનીફભાઈ વિકિયાણી (19) રહે. તિલકનગર ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં જયદીપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ ઝાલા રહે. શકત સનાળા મોરબી વાળાનું નામ સામે આવતા આ પાંચેય શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને જયદીપસિંહ ઝાલાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે
ટંકારાના નગરનાકા પાસે રહેતા સિકંદરભાઈ ભાણુંના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને 110 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 37,400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી સિકંદરભાઈ રફિકભાઈ ભાણું જાતે સંધિ (27) રહે. નગરનાકા પાસે ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.