મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે ભેંસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE

















મોરબીના નાગડાવાસ પાસે ભેંસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા આધેડ સારવારમાં

મોરબીના નાગડાવાસ ગામની સીમમાં બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા ભીખાલાલ યુવરાજભાઈ કાંજિયા (50) નામના આધેડ બાઈક લઈને નાગડાવાસ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની સામે ભેંસ આવતા ભેંસ સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો, જેમાં આધેડને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ\ને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા લીલાબેન ચંદુભાઈ અઘારીયા (50) ગામના મહિલા પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમને ઈજા થતાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News