વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં સદસ્યતા અભિયાન વેગવંતુ
હળવદના ચિત્રોડી ગામે પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં
SHARE
હળવદના ચિત્રોડી ગામે પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં
હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતી પરિણીતાને તેના પતિએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતા વિક્રમભાઈ રૂદાતલાના પત્ની મયુરીબેન રૂદાતલા (19) પોતે પોતાના ગામમાં હતા ત્યારે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મયુરીબેનને તેના પતિએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબીના શક્તિ પ્લોટ શેરી નંબર 12 માં રહેતા એકતાબેન રાહુલભાઈ કોટેચા (34) ગામની મહિલાને છાતીના ભાગે માર મારતા ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.