પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે આવેલ સિરામિક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં યુવાનનો હાથ કપાઈ ગયો


SHARE











મોરબીના જેતપર રોડે આવેલ સિરામિક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં યુવાનનો હાથ કપાઈ ગયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન કન્વેનિયર બેલ્ટમાં હાથ આવી જવાના કારણે શ્રમિક યુવાનનો હાથ કોણી નજીકથી કપાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લેવીટોન સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો માનસિંગ રામગોપાલ (43) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો દરમિયાન મશીનના કન્વેનિયર બેલ્ટની અંદર તેનો હાથ આવી ગયો હતો જેથી કરીને તે યુવાનનો હાથ કોણી નજીકથી કપાઈ ગયો હતો. જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં માધાપર શેરી નં- 17 માં રહેતો અરબાઝ સલમાનભાઈ ભટ્ટી (22) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક દ્વારકેશ હોટલ સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News