મોરબીના ધરમપુર નજીક પેટ્રોલ પંપ ખાતે કામ કરતો યુવાને ઝેરી દવા પી જતાં બેભાન હાલતમાં સારવાર હેઠળ
મોરબીના ઘૂટું-કૃષ્ણનગર ગામે જુદાજુદા બે વ્યક્તિને ઝેરી જનાવર કરડી જતાં બંને સારવારમાં
SHARE









મોરબીના ઘૂટું-કૃષ્ણનગર ગામે જુદાજુદા બે વ્યક્તિને ઝેરી જનાવર કરડી જતાં બંને સારવારમાં
મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે અને કૃષ્ણનગર ગામ પાસે જુદી જુદી બે જગ્યા ઉપર બે વ્યક્તિઓને ઝેરી જનાવર કરડી જવાની ઘટના બની હતી જે બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલા મૂળ જામનગરના રહેવાસી જશુબેન લાલગીરી ગોસ્વામી (69) નામના વૃદ્ધાને ત્યાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તે વૃદ્ધાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે અર્જુન અમરસી વસુનીયા (17) વાળાને ઝેરી જનાવર કરડી જતાં તેને પણ સારવાર માટે હોસ્પિટલને ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પણ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ જેટકો ટેક એન્જિનિયરિંગ ખાતે રહેતા અને કામ કરતા નીતીશકુમાર સહાની (21) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવેલ છે
બાઇક સ્લીપ
રાજકોટના રહેવાસી કાનજીભાઈ રણછોડભાઈ સુરેલા મોરબી નજીકના ધરમપુર ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં તેને ઇજા થતાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
