મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીને અમદાવાદ-મુંબઈની રેલ્વે સુવિધા બાબતે સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત


SHARE













મોરબીને અમદાવાદ-મુંબઈની રેલ્વે સુવિધા બાબતે સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત

મોરબીની અંદર સીરામીક, પેપર ઇન્ડસ્ટ્રીઝ, સનમાઈકા ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ધંધા રોજગાર હોવાના લીધે સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોરબી ખાતે મજૂરો આવતા હોય છે પરંતુ અહીંથી તેઓને વતનમાં આવવા જવા માટે પૂરતી રેલ સુવિધા નથી તે ઉપરાંત મોરબીથી સીધી અમદાવાદ કે મોરબીથી સીધી મુંબઈ જેવી ટ્રેનનો પણ મોરબીવાસીઓ માટેઉપલબ્ધ નથી માટે અહીંના જાગૃત નાગરિક દ્વારા સાંસદને પત્ર લખીને મોરબીથી ડાયરેક્ટ અમદાવાદ અને સીધી મુંબઈની રેલ સુવિધાઓ મળે તે માટે માંગ કરવામાં આવેલ છે.

 
મોરબી આજે ધણા સમયથી જીલ્લો બની ગયેલ છે.પરંતુ મોરબીની પ્રજાને રેલ્વેની સુવિધાને નામે મીડું છે આજે મોરબી અનેક ઉધોગોથી સંકળાયેલ છે અને રેલ્વેને માલગાડી મારફત કરોડો રૂપીયાની કામણી કરી આપે છે.છતા મોરબીવાસીઓ વર્ષોથી સારી રેલ્વે સુવિધાથી વંચિત છે.મોરબીની પ્રજાએ આપને ત્રીજી વખત ચુંટીને દિલ્હી મોકલેલ છે.છતા રેલ્વેના પ્રશ્નો હલ થતા નથી તે ધણી જ દુખદ બીના છે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાને જણાવીને વધુમાં જાગૃત નાગરીક અને એસટી વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ જણાવ્યું છેકે આ બાબતોને લઇને પ્રજાને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે.
 
મોરબીને રેલ્વે સુવિધા આપવી તેમા કોઈ જાતનો ખર્ચ પણ નથી કારણ કે ભુજથી અમદાવાદ મુંબઈ રેલ્વે ટ્રેન જે હળવદ થઈને જાય છે તેમાથી ચાર પાંચ ટ્રેનો વાયા મોરબી કરવામાં આવે તો તે ઘણુ જ સરળ છે.એક પૈસાનો ખર્ચ પણ નથી.વાત કરીએ હળવદ જેવા નાના શહેરની જો દિવસમા બાર ગાડીની સુવિધા મળતી હોય અને મોરબી જીલ્લો હોય તેમજ અહીથી અસંખ્ય બહારના મજુરો વેપારીઓ આ રેલ્વે સુવિધાનો લાભ લઈ શકે અને રેલ્વેને આવક થાય તેમ છે.મોરબી જીલ્લાનું મતદાનની તપાસ કરશોતો લોકોએ આપને ખોબલે ખોબલે મત આપેલ છે તો આ બાબતે આપ અંગત રસ લઈને મો૨બીને રેલ્વે સુવિધા મળે તેવા પ્રયત્નો કરો તેવી મોરબીની જનતાવતી મારી અપીલ છે તેમ પી.પી.જોષીએ અખબારી યાદી વડે જણાવેલ છે.



Latest News