મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજેથી બે દિવસીય મહાશિવરાત્રી નિમિતે આયોજિત મેળો શરૂ થયો છે ત્યારે આ મેળામાં તંત્ર દ્વારા રાઇડને મંજુરી આપેલ છે સાથે ભાવ બાંધણું પણ કરવામાં આવ્યું છે જો કે, તેનો અમલ કરાવવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે. 

મોરબીના રફાળેશ્વર મંદિર પાસે જાંબુડિયા ગામના સરકારી ખરાબા વાળી જમીનમાં લોકમેળા માટે એમ્યુઝમેંન્ટ રાઇડના ઈંસ્ટોલેશન અને ઓપરેશન માટે મંજુરી આપવામાં આવી છે જે હુકમમાં ઘણી બધી શરતો પણ રાખવામા આવેલ છે. જેમાં ખાસ કરીને પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન વિગેરે માટે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે આટલું જ નહીં સ્થળ તપાસ કરી પૂર્તતા જણાયે સ્થળ પર આયોજકને સુચના આપી ક્ષતિઓની પૂર્તતા કરાવવી અને રાઇડ્સ સંચાલન અંગે કોઈ ખાસ ધ્યાન આકર્ષક બાબત કે બેદરકારી હોય તો તાકીદે ધ્યાન હેઠળ મુકવી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તેના પગલા લેવા જણાવ્યું છે વધુમાં જાણવા મળ્યું છે કે, મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી આપવામાં આવી છે અને મોરબી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટીવીટીઝ સેફટી રૂલ્સ 2024 તા. 23/7/24 ના રોજ પ્રસિદ્ધ થયેલ તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યુ છે જેમાં ફાયર સેફટી, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણી, વોશરૂમ જેવી સુવિધાઓ રાખવાની રહેશે. તેમજ ટીકીટના ભાવ ૧૮ વર્ષથી ઓછી ઉમરના માટે મહત્તમ 30 રૂપિયા અને 18 વર્ષથી મોટી ઉમરના માટે 40 રૂપિયા રાખવાના રહેશે અને પાર્કિંગ માટે ટૂ વ્હીલના 10 અને ફોર વ્હીલ્સના 40 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.




Latest News