મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

14 ફેબ્રુઆરીએ ઠેર ઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવાનો મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને આજે શાળામાં માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે 14 ફેબ્રુઆરીમાતાપિતા પૂજન દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ શાળામાં માતા પિતાનું પૂજન કર્યું હતું કાર્યક્રમમાં 50 જેટલા વાલીઓ તેમજ શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના હાજર રહ્યા હતા આ તકે બાળકોને માતા પિતા પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિનું વિદ્યાર્થીઓ નાનપણથી જ અનુકરણ અને જતન કરે તેના માટેનો પ્રયાસ આ શાળા દ્વારા કરવામાં આવે છે.




Latest News