મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
ટંકારા-વાંકાનેર શહેરી ગણેશજીની મૂર્તિઓને એકત્રિત કરીને સમૂહમાં વિસર્જન કરશે
SHARE
ટંકારા-વાંકાનેર શહેરી ગણેશજીની મૂર્તિઓને એકત્રિત કરીને સમૂહમાં વિસર્જન કરશે
ટંકારા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં સ્થાપવામાં આવેલ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાલિકા દ્વારા એક જગ્યાએ મૂર્તિઓ એકત્રિત કરીને તેની સમૂહમાં વિસર્જન કરવામાં આવશે.
ટંકારા શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર કરવામાં આવી છે. આ જગ્યાએ ટંકારા શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/ આયોજકોએ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે. તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે. જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે.
વાંકાનેર શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવી છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનુ વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/ આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ વાંકાનેરમાં નાગા બાવાની જગ્યા સામે ભરાતા મેળાના ગ્રાઉન્ડમાં રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે. જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે.