મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબી સતવારા જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા મોરબી સતવારા જ્ઞાતિના વર્ષ -૨૦૨૪ માં ધો. ૯ થી કોલેજ સુધીમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ, તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલ ૫૮ વિદ્યાર્થી ભાઈ-બહેનોનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો તેની સાથે સેવા સન્માન અને દાતાઓનો સન્માન સમારોહ પણ મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.
મોરબી સતાવરા સમાજ શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરનાર ડો.ખુશ્બુબહેન ભરતભાઈ નકુમ અને ગુજરાત લેવલે વેઇટ લિફ્ટિંગમાં પ્રથમ નંબર મેળવનાર પરમાર વૈશાલી ગોપાલભાઈનું સાલ ઓઢાડી, શિલ્ડ અને મેડલ આપી વિશિષ્ટ સન્માન જ્ઞાતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓનું સાલ ઓઢાડી પ્રમુખ લખમણભાઇ કંઝારિયાએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે દાતાઓના પ્રતિનિધિ મનજીભાઈ કંઝારિયાએ (આચાર્ય) પોતાના ઉદબોધનમાં જીવનમાં શિક્ષણ સાથે સંસ્કારની વાત કરી હતી તેમજુ અન્ય આગેવાનોએ પણ સમાજના દીકરા દીકરીઓને વધુમાં વધુ ભણાવવા માટેની ટકોર કરી હતી.
આ પ્રસંગે જ્ઞાતિના ૫૬ તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ, સર્ટિ ફાઇલ, પેડ, સ્ટેપલર, પુસ્તકો, બોલપેન વગેરે વસ્તુઓ દાતાઓ અને પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને આઈ.ટી.આઈ. માં અભ્યાસ કરતા સાત વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ જ્ઞાતિના પ્રમુખના હસ્તે આપવામાં આવી હતી તો જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જણાવ્યુ હતું કે, 21મી સદીમાં જ્ઞાનનું મહત્વ હોય તેથી અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગી જવું જોઈએ. અભ્યાસમાં ક્યાંય પણ મુશ્કેલી પડે તો સમાજના આગેવાનોનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભી,મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસો.ના પ્રમુખ એલ.ડી.હડિયલ, વાઘપરા સતતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, વજેપર સતવારા જ્ઞાતિના પ્રમુખ રાજેશભાઈ ડાભી સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઇ ડાભી, ગોવિંદભાઈ હડિયલ, તરુણભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.