મોરબીમાં મીલોની મહેતા દ્વારા પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની આરાધના
વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન
SHARE
વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ ઉત્સવમાં યોજાતા ધાર્મીક-સાંસ્કૃતિક કાર્યક્રમો
વાંકાનેરમાં શ્રી ગણેશ ઉત્સવ સમીતી તથા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આયોજીત માર્કેટ ચોક કા રાજાનું અત્રે ખાતે આવેલ ટાઉનહોલના વિશાળ ગ્રાઉન્ડ પર શહેરના તમામ પંડાલ કરતા વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવેલ છે.
આ ટાઉનહોલના ગ્રાઉન્ડ પર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં ઉપસ્થિત ગણેશ ભકતોને ડ્રાયફ્રુટ યુકત ચોખાના લાડુ, કેળા, પંજરી, ચોકલેટોનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.અગીયાર દિવસ બીરાજમાન ગણેશજીની મહાપુજાનો લાભ વાંકાનેરના પત્રકાર લિતેશ ચંદારાણા, પ્રતાપભાઈ બારોટ, હર્ષદભાઈ ગોહેલ તથા ગૌતમભાઈ ખાંડેખા ધર્મેન્દ્રભાઈ ચંદારાણા પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાપુજામાં સહસ્ત્ર બ્રાહ્મણ મેહુલભાઈ પાંધી (લોહાણા સમાજના ગોર) દ્વારા પુજા વિધિ કરાવવામાં આવી હતી.આ તકે પુજા તથા આરતીનો ઉપરોકત પરિવારોએ ધારાસભ્ય જીતુભાઈ સોનાણીનો આભાર વ્યકત કર્યો હતો અને ઉપરોકત દરેક યજમાનોને આશીર્વચન આશીર્વચન જીતુભાઈ દ્વારા પાઠવવામાં આવેલ હતા.