મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

વાંકાનેર ખાતે ઈદે મિલાદ અને ગણેશોત્સવ નિમિતે પોલીસતંત્ર એલર્ટ


SHARE













વાંકાનેર ખાતે ઈદે મિલાદ અને ગણેશોત્સવ નિમિતે પોલીસતંત્ર એલર્ટ

મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધ્યક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર શહેરના સીટી પીઆઈ એચવી ઘેલાની સૂચનાથી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પીએસઆઈ ડી.વી.કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પરિસ્થિતિને ધ્યાન રાખી વિવિધ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. હાલ હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત પરિસ્થિતિને ધ્યાને રાખી સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

શાંતિપૂર્વક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવ દર વર્ષની જેમ કોમી એકતાના પ્રતિક ઉજવાય તેમ વાંકાનેર સહિત સમગ્ર રાજયમાં પોલીસ તંત્ર ફરજના ભાગે તહેવારો અંતર્ગત કડક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરી રહી છે તેમાં વાંકાનેર સિટી પોલીસના મહિલા પીએસઆઈ ડી.વી.કાનાણી સહિતનો પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે.

SBI બેંકના કેશીયર જાડેજાને નિવૃત્તિ વિદાયમાન

મુળ કોટડા નાયાણી ગામના વતની અને વાંકાનેરને કર્મભૂમિ બનાવનાર પ્રોફેસર કમ કેશીયર એસબીઆઇના કર્મચારી જાડેજા રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ (રાજભા)નો સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ તથા સેવાકીય પ્રવૃત્તિ કરતા જીનપરાના પ્રખ્યાત કનૈયા મિત્ર મંડળ દ્વારા આનંદ આશ્રમના સાનિધ્યમાં વય મર્યાદાના કારણે નિવૃત થયતા સંતો-મહંતો તથા સગા-સ્નેહીજનો મિત્ર વર્તુળ તથા સાથી કર્મચારીઓ તેમજ તેમના પૂર્વ વિદ્યાર્થીઓ સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત વિદાય સમારંગભ યોજાયો હતો.તકે સંતો-મહંતોએ પોતાના પ્રવચનમાં રાજભા જાડેજાની જીવનશૈલીનું વર્ણન કરી આશિર્વચન આપેલ હતા. ત્યારબાદ રાજભાના કાકા અજીતસિંહ, મહંત અશ્ર્વિનબાપુ રાવલ, કિશોરભાઇ પુજારા, વિનુભાઇ કટારીયા, વેદભાઇ સહિતના પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.આ કાર્યક્રમનું સંચાલન બટુકભાઇ બુધ્ધદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભને સફળ બનાવવા જીનપરા સ્થીત કનૈયા ગ્રુપના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી તેમજ વિદાય સમારંભ પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ તકે પત્રકાર લિતેશભાઇ ચંદારાણા, ભાટી એન અને અશોકભાઇ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.




Latest News