ટંકારાની મીતાણા ચોકડી પાસેથી છોટાહાથીના ચોરખાનામાં 480 બોટલ દારૂ લઈને જતાં રાજકોટના બે શખ્સ પકડાયા
મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ચાર રેડ: એક મહિલા સહિત 11 વ્યક્તિ જુગાર રમતા પકડાયા
SHARE
મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ચાર રેડ: એક મહિલા સહિત 11 વ્યક્તિ જુગાર રમતા પકડાયા
મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ રામવિલાસ સોસાયટીના ગેટ પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 45,500 ની રોકડ સાથે તમામની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં રામવિલાસ સોસાયટીના ગેટ પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભાણજીભાઈ જેઠાભાઈ ધધાંણીયા (54), હનીફભાઈ આદમભાઈ રતનિયા (38), અનંતભાઈ વેલજીભાઈ વરમોરા (42), બાબાભાઈ સલેમાનભાઇ રતનિયા (25), મનસુખભાઈ જેઠાભાઈ ધધાંણીયા (43), રાકેશભાઈ મોહનભાઈ ભાડજા (39) અને મધુબેન દિલીપભાઈ પાટડીયા (42) રહે બધા મોરબી તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 45,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા રામનિવાસ રમેશભાઈ યોગી (36) રહે. હાલ રંગપર ગામની સીમ વેન્ટો કારખાના પાસે ઝૂંપડામાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 370 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસે માટેલ રોડ ઉપર અમરધામ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા રાજભાઈ રામેશ્વરભાઈ ચાકરે (27) રહે. મિલ પ્લોટ નવજીવન સોસાયટી સરકારી ગોડાઉન પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 750 ની રોકડ કબજે કરવામાં આવી છે
જુગાર
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાના સામે બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અલ્પેશભાઈ ગિરધરભાઈ વરાણીયા (27) અને હિતેશભાઈ પ્રભુભાઈ વાઘેલા (45) રહે. બંને વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 550 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે