મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: એક મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: એક મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ

મોરબીના બાયપાસ રોડે પચ્ચીસ વારિયામાં અને પાવરીયાળી કેનાલ તરફ જવાના રસ્તા ઉપર દારૂની જુદાજુદ બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 220 લિટર દેશી દારૂને કબજે કરવામાં આવેલ છે અને એક મહિલા સહિત ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે જો કે, બે આરોપીના નામ સામે આવેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી સરકાર પાસે આવેલ પચ્ચીસ વારિયામાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 100 લિટર દેશી દારૂના જથ્થા સાથે સ્કૂટર ચાલક મળી આવ્યો હતો જેથી પોલીસે 2,000 રૂપિયાની કિંમતનો દારૂ અને 40,000 ની કિંમતનું સ્કૂટર નંબર જીજે 36 એઇ 6277 તથા એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 રૂપિયા આમ કુલ મળીને 47 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે અફઝલભાઇ મુબારકભાઈ પઠાણ (20) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાછળ મફતીયુપરુ નવલખી રોડ મોરબી અને સોનલબેન પ્યારુભાઈ પરમાર (39) રહે. કંડલા બાયપાસ પચ્ચીસ વારિયા પાસે વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી સમીર ઈસ્માઈલભાઈ મોવર રહે. રણછોડનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે હાલમાં ત્રણેયની સામે ગુનો નોંધ્યો છે અને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગર થી પાવરીયાળી કેનાલ તરફ જવાના રસ્તા ઉપર આરસીસી રોડ ઉપર આવેલ કેરોસ સ્ટોન કારખાનાની સામેના ભાગમાં ખરાબામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 2400 ની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપી ઈબ્રાહીમભાઇ હાજીભાઇ જામ (19) રહે. માળિયા ફાટક કાંતિનગર સોસાયટી મોરબી મૂળ રહે. હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં વસીમ અનવરભાઈ માલાણી રહે. કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News