મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: એક મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
મોરબીના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બે બાઈકની ચોરી
SHARE
મોરબીના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બે બાઈકની ચોરી
મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલ બે યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બાઇક ચોરીની બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ગોકુલનગર સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ નિમાવત જાતે રામાનંદી સાધુ (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 સીબી 1760 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને અલ્પેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આવી જ રીતે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ જાની જાતે બ્રાહ્મણ (44)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમણે પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 3 એપી 2781 પાર્ક કરીને મૂક્યું હતું. જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.