મોરબીના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બે બાઈકની ચોરી
મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે બે ચોરાઉ બાઈક સાથે એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે બે ચોરાઉ બાઈક સાથે એક આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના લાલપર ગામ પાસેથી દોઢેક વર્ષ પહેલા બાઇક ચોરીના બે બનાવ બનેલ હતા જે બંને ચોરાઉ બાઇક સાથે એલસીબીની ટીમે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના ઇનચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ વી.ઝાલા અને બીપીનભાઇ પરમાર મોરબી તાલુકા નાગડાવાસ ગામના પાટીયા પાસે હતા ત્યારે નંબર પ્લેટ વગરના બાઇક સાથે ઉભેલા શખ્સની પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસે જરૂરી કાગળ તથા આધાર પુરાવા ન હતા જેથી કરીને ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બાઇક મોરબી તાલુકાના લાલપર પાસેથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી વધુ એક બાઇક મળી આવ્યું હતું જે બાઇક પણ દોઢેક વર્ષ પહેલા લાલપર ગામ પાસેથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી 40 હજારની કિંમત થાય છે તે બંને બાઇકને શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ છે અને અને આરોપી વિવેકદાન અમીરદાન બારહટ જાતે ગઢવી (24) રહે. વીરવીદરકા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
