મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ

મોરબીમાં ગોકુલનગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત કુલ ચાર આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ગોકુલનગર શેરી નં-21 માં રહેતા કિરણબેન રતિલાલ ડાભી (27)એ મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીએ રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયા, સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા, રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા, અને હરેશભાઈ રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, રોહિતભાઈ અને સંજયભાઈએ ફરિયાદીના પતિ સાથે રસ્તો મોટો કરવા બાબતે બોલાચાલી કરી હતી દરમિયાન રમેશભાઈ અને હરેશભાઈએ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી ત્યારે રોહિત કંઝારીયાએ ફરિયાદીના પતિને ધારિયાનો ઊંધો ભાગ માથાના ભાગે માર્યો હતો જ્યારે સંજયભાઈએ કુહાડીની બુંધરાવટીનો ભાગ ડાબા પગના ભાગે માર્યો હતો તેમજ ચંપાબેનને કુહાડીના હાથા વડે કોણીના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીના જેઠાણી લાભુબેનને રોહિત કંઝારીયાએ ધારિયા વતી પગના ભાગે ઇજા કરી હતી અને લીલાબેનને માથાના ભાગે ઊંધું ધારિયું મારીને ઇજા કરી હતી તેમજ પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદી અને સાહેદોને ઈજા કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શાંતિલાલ ઉર્ફે શામજીભાઈ કંઝારીયા (29) તેમજ સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (36), રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (28) અને હરેશભાઈ નારણભાઇ કંઝારીયા (47) રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની ધરપકડ કરેલ છે




Latest News