મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

ટંકારાના ગજડી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













ટંકારાના ગજડી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ગજડી ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો. જેથી કરીને તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા ભીખાભાઈ ડાંગરની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો રમેશ બાલસિંગ બંદોડીયા (ઉંમર 30) નામનો યુવાન તા.11ના રોજ રાત્રિના એકાદ વાગ્યે ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.અહીં ટૂંકી સારવાર દરમિયાન તા.11 ના રાત્રીના 3:30 વાગ્યાના દરમિયાન રમેશ બંદોડીયા નામના મજૂરનું મોત નીપજયુ હતુ.જેથી હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી અને આ બનાવની પ્રાથમિક નોંધ કરીને આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના જેલ રોડ ઉપર ભવાની ચોક નજીક રહેતા નઝમાબેન હારૂનભાઈ દિવાન નામની 41 વર્ષીય મહિલા કોઈ અકળ કારણોસર માનસિક બીમારીની વધુ પડતી દવા એકી સાથે ખાઈ ગયા હતા.જેથી મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના લખધીરવાસ ચોક નજીક ઝવેરી શેરીમાં રહેતા પ્રકાશ મહેશભાઈ જયસ્વાલ નામના 40 વર્ષીય યુવાને દરવાજાના ભાગે માથું અથળાવી ઇજા પહોંચતા તેને સિવિલે સારવાર માટે લેવામાં આવ્યો હતો.બાદમાં બનાવની જાણ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સ્ટાફના વિપુલભાઈ પટેલે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે બિલ બાબતે ભાઈની સાથે ઝઘડો થયો હતો.જેમાં તેને ઈજા પહોંચતા સારવારમાં લવાયો હતો.

મારામારીમા ઈજા

મોરબીના વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન અલ્પેશભાઈ કણજારિયા નામના 34 વર્ષીય મહિલાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને મારામારીના બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરાઈ હતી.




Latest News