ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રિસમાણે બેઠેલ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં પતિએ કર્યો ચાઇના કટરની બ્લેડ વડે જીવલેણ હુમલો


SHARE

















મોરબીમાં રિસમાણે બેઠેલ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં પતિએ કર્યો ચાઇના કટરની બ્લેડ વડે જીવલેણ હુમલો..!

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં માવતરે રિસામણે બેઠેલ પત્નીએ છુટાછેડા માટેનો કેસ કરેલ છે જે બાબતનો ખાર રાખીને પતિએ ચાઇના કટરની બ્લેડ વડે તેની જ પત્ની ઉપર હુમલો કર્યો હતો અને મારી નાખવાના ઇરાદે મહિલાને ગળા ઉપર જીવલેણ ઇજા કરી હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલ મહિલાના પિતાએ તેના જમાઈ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ હરિઓમ પાર્ક શેરી નં-4 માં રહેતા હસમુખભાઈ નાનજીભાઈ ઉભડિયા (58)એ તેના જમાઈ જીગ્નેશભાઈ સવજીભાઈ અઘારા રહે. ઘુટુ ગામની સીમ હરિઓમ પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવેલ છે કે, તેની દીકરી ગાયત્રીબેનના લગ્ન આરોપી જીગ્નેશભાઈ સાથે થયા હતા અને બંને વચ્ચે અણબનાવ રહેતા છેલ્લા દોઢેક વરસથી તેઓની દીકરી રિસામણે છે અને તેણે જીગ્નેશભાઈ સાથે છુટાછેડા લેવા માટે તેને મોરબીની કોર્ટમાં કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને જીગ્નેશભાઈ અઘારાએ ફરિયાદીની દીકરી ગાયત્રીબેનને પાછળથી પકડી રાખીને મારી નાખવાના ઇરાદે ચાઇના કટરની બ્લેડથી તેના ગળાના ભાગ ઉપર ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાના પિતાએ હાલમાં તેના જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે




Latest News