હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ
SHARE
હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ
હળવદ તાલુકાના જુના દેવળળીયા ગામની સીમમાં આવેલ વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કપાસના ખેતરમાં ખાડો ખોદીને જમીનમાં દાટી રાખેલ બિયરના 35 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3500 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં લકીરાજસિંહ પરમારની વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કપાસના વાવેતરમાં જમીનમાં ખાડો ખોદીને દાટી રાખેલ બિયરના 35 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3500 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો. જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લકીરાજસિંહ ઉર્ફે કાનભા ભરતસિંહ પરમાર રહે. જુના દેવળિયા દરબાર શેરી વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે