મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ


SHARE













માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ

માળીયા મિયાણાના ગુલાબડી વિસ્તારમાં ડીઆરએલની માપણી બાદ યુવાને સ્વખર્ચે રસ્તો બનાવેલ હતો તે રસ્તા ઉપર ચાલતા શખ્સોને ત્યાંથી ન ચાલવા માટે યુવાને સમજાવવા માટે ગયો હતો ત્યારે તે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાને માર મારવામાં આવ્યો હતો અને બંને પક્ષેથી મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે બે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયામાં રહેતા સરફરાજભાઈ રફિકભાઈ માણેક (27)એ હાલમાં નિઝામભાઈ સાઉદીનભાઈ સામતાણીની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા આરોપીનું મીઠાનું કારખાનું આજુબાજુમાં આવેલ હોય ચાલવા માટેનો એક જ રસ્તો છે અને રસ્તામાં ચાલવું નહીં તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને માળિયા જામનગર હાઇવે રોડ ઉપર દુકાન પાસે લાકડી વડે માર માર્યો હતો અને ગાળો આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જ્યારે મારામારીના આ બનાવમાં સામાપક્ષેથી નિઝામુદ્દીન સાઉદીનભાઈ સામતાણી (47)એ સુભાનભાઈ ખમીસભાઈ માણેક, રફિકભાઈ ખમીસભાઈ માણેક અને સરફરાજ રફિકભાઈ માણેક રહે. બધા માળિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ ગુલાબડી વિસ્તારમાં પોતાના કારખાને જવા આવવા માટે ડીઆરએલ ની માપણી બાદ સ્વખર્ચે રસ્તો બનાવેલ છે જેથી કરીને આરોપીઓ તે રસ્તે ચાલતા હોય ફરિયાદી તેને તે રસ્તા ઉપરથી નહીં ચાલવા માટે સમજાવ્યું હતું ત્યારે સુભાન માણેકે લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથામાં માર્યો હતો જ્યારે બાકીના બંને આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો અને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને મારા મારીના આ બનાવમાં હાલમાં બંને પક્ષેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News