મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની કાલન્દ્રી નદીમાંથી કચરા-બાંધકામ વેસ્ટના ઢગલા અને ગંદકી દૂર કરવા અધિકારી-ભાજપને કોંગ્રેસની ટકોર


SHARE





























મોરબીની કાલન્દ્રી નદીમાંથી કચરા-બાંધકામ વેસ્ટના ઢગલા અને ગંદકી દૂર કરવા અધિકારી-ભાજપને કોંગ્રેસની ટકોર

નદીને આપડી ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય કહેવામાં આવી છે. અને લોકો આજની તારીખે પણ નદીનું પૂજન અર્ચન કરતાં હોય છે. જો કે, મોરબીની કાલન્દ્રી નદીમાં કચરાના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખવામાં આવે છે જેથી કરીને આ નદી તેનું અસ્તિત્વ ટકાવી રાખવા જાણે જજુમી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા નદી બુરવાની આ પ્રવૃતિને બંધ કરાવશે કે કેમ તે જોવું રહ્યું છે.

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (સૌરાષ્ટ્ર ઝોન)નાં પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, મોરબીની માળીયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી નદીમાં હાલમાં ભયંકર ગંદકી અને કછર તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરી દેવામાં આવેલ છે તેમજ કેટલાક દબાણો પણ ત્યાં થઈ ગયેલ છે જો આવુને આવું ચાલશે તો થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહિ રહે. અને જો ખરેખર એવું થાય તો જે પાણીનો પ્રવાહ ચોમાસામાં આ નદીમાં વહે છે તે પાણીનો રસ્તો બંધ થવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થાય તેવી પણ શ્ક્યતા છે.

શહેરની નજીક સારા વિસ્તારમાં ગણાતા મહેન્દ્રનગરમાં નદીના કાંઠે છેલ્લા વર્ષોમાં અનેક બહુમાળી ઇમારતો બનાવવામા આવેલ છે જેમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે અને નદીમાં ગંદકી હોવાના લીધે મચ્છરનો ઉપદ્રવમ દુર્ગંધ સાહિતના અનેક પ્રશનોથી લોકો પરેશાન છે ત્યારે ચોમાસામાં દુર્ઘટના કે પછી ગંદકીના લીધે રોગચાળો ન ફેલાઈ તે માટે જવાબદાર અધિકારી અને તંત્ર દ્વારા નદીની સફાઈ માટે અને દબાનોને દૂર કરવા માટે કામ કરવું જોઈએ તેવી માંગ કરી છે.

વધુમાં તેમણે કહ્યું છેકે, અત્યારે જે રીતે ભાજપના નેતા સ્વચ્છતા અભિયાનના નાટકો કરી રહ્યા છે તે બંધ કરીને ખરેખર ગંદકી દૂર કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો આ નદીની ગંદકીને દૂર કરવા અહીંયા સ્વચ્છતા અભિયાન ચલાવે તો તેમાં અમે પણ જોડાશું અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે. જો આ પ્રશ્નનું નિરાકરણ નહિ કરવામાં આવે તો આવનાર દિવસોમાં મોરબીની પ્રજાને સાથે રાખી મોટું જનઆંદોલન ઉભુ કરશું તેવી ચીમકી દેવેન્દ્રસિંહ જાડેજાએ ઉચારેલ છે.
















Latest News