હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી ચોરી કરેલ ત્રણ કિલો ચાંદી પોલીસે આરોપી પાસેથી કબજે કરી
મોરબીમાં શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા યુવાનનું સારવાર દરમ્યાન મોત
SHARE
મોરબીમાં શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબીના જેતપર પીપળી રોડે આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાજી ગયેલા યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જે યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઈ મનસુખભાઈ પરમાર (33) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી તેથી તેને યુવાન ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં તે યુવાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી તેને ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
ચાર લોકોએ માર મારતા સારવારમાં
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા નરસિભાઈ વાઘેલા નામના ૪૦ વર્ષીય યુવાનને તા.૧૮ ના રોજ રાત્રિના દસેક વાગ્યે તેઓના ઘરે ચાર જેટલા લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. મારામારીનો બીજો બનાવ મોરબીના માધાપરા વિસ્તારમાં રામજી મંદિર પાસે બન્યો હતો જ્યાં મારામારીમાં ઈજા થતાં દિપક ભરતભાઈ (ઉંમર ૧૭) રહે.વાવડી રોડ મોરબીવાળાને ઈજાઓ થઈ હતી.જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
દવા પી જતા સારવારમાં
મોરબી જિલ્લાના ટંકારા ખાતે ઝેરી દવા પી જવાના બનાવમાં સંજય કાંતિલાલ અઘેરા નામના ૨૨ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.ટંકારા ખાતે વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર સંજય અઘેરા નામના યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જેથી હાલ મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તેમ મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના શિવનગર (પંચાસર) ગામે ટ્રેક્ટર ઉપરથી પડી જતા જયેશ અરજણભાઈ કાનાણી (ઉમર ૨૦) નામના યુવાનને ઇજા પહોંચી હતી.જેથી કરીને તેને સારવાર માટે અહીંની નક્ષત્ર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસેથી ગિરધારીભાઈ નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓને કઈ રીતે ઈજા થઈ તે દિશામાં તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.