મોરબીમાં શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબીના રંગપર બેલા વચ્ચે ગેસ સ્ટવમાં લીકેજ થતાં માતા અને ત્રણ સંતાન દાઝી જતાં સારવારમાં
SHARE
મોરબીના રંગપર બેલા વચ્ચે ગેસ સ્ટવમાં લીકેજ થતાં માતા અને ત્રણ સંતાન દાઝી જતાં સારવારમાં
મોરબીના જેતપર ઉપર આવેલ રંગપર બેલા ગામ વચ્ચે ગેસ સ્ટવમાં લીકેજ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી જેમાં મહિલા અને તેના ત્રણ સંતાન સહિત કુલ ચાર વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપુર રોડ ઉપર રંગપર બેલા નજીક આવેલ બ્લુઝોન વિટ્રીફાઈડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ જાદવના પત્ની ઇન્દુબેન રમેશભાઈ જાદવ (25), દીકરા જયવીર રમેશભાઈ જાદવ (6), જયેશ રમેશભાઈ જાદવ (3) અને વિદ્યા રમેશભાઈ જાદવ (2)ને દાજી ગયા હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે રંગપર બેલા વચ્ચે ગેસ સ્ટવથી રસોઈ બનાવતા સમયે કોઈ કારણોસર ગેસ લીકેજ થવાના કારણે ઇન્દુબેન તથા તેના ત્રણેય બાળકો દાજી ગયા હતા જેથી કરીને હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલે લઈને આવેલ છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આર્ટિકા કાર થાંભલા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં જીવણ ધીરુભાઈ સોલંકી (48) રહે. કુબેર ટોકીઝ પાસે ધાર વિસ્તાર વાળાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
અકસ્માતમાં ઇજા
ધાંગધ્રાના નરાળી ગામે રહેતા કંચનબેન છોટુભાઈ મકવાણા (31) નામની મહિલા નીચી માંડલ ગામ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેને ઈજા થતા ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.