માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ચોરીના ગુનામાં આંતરરાજય ચોર પડકાયો, 1.50 લાખની રોકડ કબજે


SHARE













મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ચોરીના ગુનામાં આંતરરાજય ચોર પડકાયો, 1.50 લાખની રોકડ કબજે

મોરબીના જેપુર ગત મે માહિનામાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી. ત્યારે તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનમાંથી કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હતી જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી અને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી અને આ ગુનામાં એલસીબીની ટીમે એક કે બે નહીં પરંતુ 26 ચોરીના ગુનામાં સંડોવાયેલ આંતરરાજય ચોરને પડકાયો છે અને તેની પાસેથી 1.50 લાખની રોકડ કબજે કરવામાં આવેલ છે. અને આ આરોપીની સાથે બીજા ચાર આરોપી હતા તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તા ૨૧/૫ ને સોમવારે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કુંવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયાએ ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, કોઇ અજાણ્યા ચોરે તેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલી કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરી છે જેમાં રોકડ રકમ આશરે ત્રણ લાખ, સોનાના બે ડોકીયા આશરે બે તોલાના ૫૦,૦૦૦, સોનાની પાંચ જોડી બુટી આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાની વીંટી નંગ- ૬ આશરે સાડા ચાર તોલા ૧,૧૨,૫૦૦, સોનાના ચાર ચેઇન આશરે પાંચ તોલાના ૧,૨૫,૦૦૦, સોનાની બંગડી ચાર નંગ આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાનું કડુ આશરે સાડા ત્રણ તોલાનું ૮૭,૫00, સોનાની વીંટી ત્રણ નંગ આશરે બે તોલા ૫૦,૦૦૦, સોનાનો ચેઇન આશરે દોઢ તોલાનો ૩૭,૫00 એમ કુલ મળીને આશરે રૂપીયા ૯,૬૨,૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે. 

આ ચોરીના બાનવનો ભેદ ઉલેકવા માટે તાલુકા પોલીસ અને મોરબી એલસીબીની ટિમ જુદીજુદી દિશામાં તપાસ કરી રહી હતી. તેવામાં એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી એલસીબીના પીએસઆઇ કે.એચ.ભોચીયા તથા સ્ટાફએ બાતમી આધારે ટંકારા તાલુકાના ટોળ ગામની સીમ વિસ્તારમાંથી આરોપી રેમસિંગ સોરેસિંગ શિંગાળ આદિવાસી (૨૨) રહે. કુકસી કકડવા પોસ્ટે ટાંડા જીલ્લો ધાર મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલ રેમસિંગ સિંગાળ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હૈદરાબાદ સહિત અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં પકડાયેલો હતો અને આંતરરાજ્ય ચોર છે અને તેના ઉપર 26 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. 

આ ઉપરોક્ત જેપુર ગામની ચોરીમાં કુલ પાંચ જેટલા ઈસમો સડાવાયેલા છે જે પૈકીના હાલ રેમસિંગ સિંગારે નામના આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રૂપિયા દોઢ લાખ કબ્જે  કરવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત ચોરીમાં પકડાયેલ રેમસીંગ શિંગાળની સાથે મુખ્ય આરોપી તરીકે રાકેશ તથા અન્ય બે એમ હજુ ચાર ઈસમો હતા તે હાલમાં નાસતા ફરતા હોય તેને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસી સહિતના જે આસપાસના ચાર ગામો છે ત્યાં ચોરી જ મુખ્ય વ્યવસાય છે. અને આ પાંચ લોકોની ગેંગ છે જે અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે.






Latest News