રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીની રાજસ્થાનથી ધરપકડ


SHARE









મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીની રાજસ્થાનથી ધરપકડ

મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એકટ અને દારૂના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીની રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે આરોપીને ત્યાંથી પકડી લાવીને આરોપીને મોરબી એ ડિવિઝન હવાલે કરેલ છે.

મોરબી એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસઓજી નો સ્ટાફ કામ કરે છે તેવામાં ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ ખાનગી હકીકત મળી હતી કે, મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એકટ અને દારૂના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી મુરાદઅલી હાજીલીયાકત રાજડ (32) રહે. દેરાસર, રાજડ કી બસ્તી તાલુકો રામસર જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાને બાડમેર જેલ રોડ ખાતેથી હસ્તગત કરેલ છે અને મોરબી લાવીને પુછપરછ કરતા ઉપરોક્ત બન્ને ગુનાની કબૂલાત આપેલ છે અને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડીને સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કરેલ છે.




Latest News