મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા પાસેથી રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 50 હજારની ચોરી


SHARE













ટંકારાના નાના ખીજડીયા પાસેથી રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 50 હજારની ચોરી

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વૃદ્ધ તેમના પત્ની સાથે રિક્ષામાં મુસાફરની જેમ બેસીને જઈ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના નાના ખીજડીયા પાસે રિક્ષામાં અગાઉથી જ પેસેન્જરની જેમ બેઠેલા શખ્સે વૃદ્ધની કોટિના ખિસ્સામાંથી 50,000 રૂપિયાની ચોરી કરી લીધી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વાલજીભાઈ દેવશીભાઈ બાર જાતે રબારી (65) નામના વૃદ્ધે અજાણી રિક્ષાના ચાલક તથા તેમાં મુસાફરની જેમ બેઠેલા બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કે ટંકારાના નાના ખીજડીયા ગામે અવેડા પાસેથી તેઓ રિક્ષામાં પોતાના પત્ની જ્યોતિબેન તેમજ રાણુબેન સાથે બેસીને જઈ રહ્યા હતા ત્યારે અગાઉથી રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલા શખ્સે ફરિયાદીની નજર ચૂકવીને તેના કોટીના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 50,000 નું બંડલ ચોરી કરી લીધું હતું જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા રિક્ષા ચાલક અને રિક્ષામાં અગાઉથી જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં નેકનામ ગામ પાસે આવેલ સર્જન્ટ પોલિપેક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દીપાશૂલ કમાલાકાન્ત કુસ્વાહા (21)  નામના યુવાને કાર નંબર જીજે 1 કેઇ 1866 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નેકનામ પડધરી રોડ ઉપર આવેલ રૈયાણી ઇન્ડસ્ટ્રીઝના નાકા પાસેથી તે બે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા ફરિયાદી યુવાનને જમણા હાથ અને પગમાં ફેકચર થયેલ હતું તેમજ રામીનહોર બાલાપ્રસાદને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News