મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાંનેર પ્રખંડમાં હિન્દૂ સંમેલન યોજાયા


SHARE













મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાંનેર પ્રખંડમાં હિન્દૂ સંમેલન યોજાયા

વિશ્વ હિન્દૂ પરિષદ  મોરબી જિલ્લામાં ષષ્ઠીપુરતી વર્ષ એટલે કે વિહીપને જ્યારે ૬૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે ભારતભરના દરેક જિલ્લાના દરેક પ્રખંડમાં વિરાટ હિન્દૂ સંમેલનનું આયોજન કરવાનું હોય ત્યારે આપણા મોરબી જિલ્લાના ટંકારા પ્રખંડમાં, વાંકાંનેર પ્રખંડમાં તથા મોરબી પ્રખંડમાં પણ હિંદુ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ટંકારા પ્રખંડમાં  સંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપ્યા હતા, સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે દ્વારા વિહીપ વિશે થોડી માહીતી આપી હતી અને ત્યારબાદ સુરેન્દ્રનગર વિભાગના સમાજીક સમરસતાના સંયોજક રમેશભાઈ પંડયા કે, જે આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા તેમને પોતાનું વક્તવ્ય આપ્યું હતુ. આ કાર્યક્રમમાં વિભાગ તથા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ  સવસાણી, પરેશભાઈ તન્ના, ટંકારાના કાર્યકર્તા યોગીરાજસિંહએ કાર્યક્રમને સફળ કરવા ખુબ મહેનત કરી હતી.  એવી જ રીતે વાંકાનેર પ્રખંડમાં ગાયત્રી શકિત પીઠ મંદીર ખાતે પણ હિન્દૂ સંમેલન યોજવામાં આવ્યું હતુ જ્યાં મંદિરના સંત અશ્વિન બાપુ તથા ભુરયા હનુમાનજીની જગ્યાના મંહત સતિષબાપુ માધવાચારય દ્વારા આશીર્વચન આપવામા આવ્યું હતુ ત્યાર બાદ વિહીપ મોરબી જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે વિહીપના ષષ્ઠીપુરતી વર્ષ પુરા કર્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું હતુ. વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ દ્વારા પણ વિહીપની થોડી માહીતી આપી વધુ લોકોને વિહીપમાં જોડવા આહવાન કર્યું હતું. મોરબી જિલ્લા બજરંગદળ સહ સંયોજક મહેશભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ તથા વાકાનેર પ્રખંડ બજરંગદળ સંયોજક અનિલભાઈ કુનપરાએ ખુબ મહેનત કરી હતી.






Latest News