મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું

મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન દિવ્યાંગ હોય તેને શ્વાસની તકલીફ હતી અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી તેવામાં વતનમાં પૈસા મોકલવાના હતા જેના ટેન્શનમાં આવી જતાં તેને કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ જેટ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશ્વજિત સુધીરચંદ્ર બોઝ (25) નામના યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ઇન્દ્રજીત કપિલદેવ પ્રસાદ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેને શ્વાસની તકલીફ હતી તેમજ તે દિવ્યાંગ હતો જેથી તે વધુ કામ કરી શકતો ન હતો અને વતનમાં પૈસા મોકલવાના હતા જેથી તેને માનસિક ટેન્શન રહેતું હતું અને તેનાથી કંટાળીને આ યુવાને પોતે પોતાની જાતે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News