મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો; ૪૨ યુનિટ બ્લડનું કલેક્શન કરાયું


SHARE













મોરબીમાં બગથળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો; ૪૨ યુનિટ બ્લડનું કલેક્શન કરાયું

મોરબીના બગથળા ખાતે નકલંક ધામના મહંત દામજી ભગત, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી તથા ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા હેલ્થ કચેરી, મોરબી GMERS મેડીકલ કોલેજ, તથા બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી બગથળામાં પટેલ સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજૂ કરી ઉપસ્થિત લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બગથળા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે કુલ ૪૨ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે  આરોગ્ય શાખાનાં એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. બાવરવા, જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, મોરબી તાલુકા હેલ્થ ઓફિસર ડો.કોટડીયા, બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.હિરેન વાંસદડીયા તેમજ બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News