મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની આરટીઓ કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ-ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ


SHARE







મોરબીની આરટીઓ કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ-ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ

મોરબી આરટીઓ કચેરીઓમાં બિન અધિકૃત ઇસમો કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ કરી, મોટરીંગ પબ્લિકને ભોળવી છેતરપીંડી કરતા હોય છે. આવી પ્રવૃતિઓ રોકવા અને મોટરીંગ પબ્લિકનું કામ સરળ, નિયમોનુસાર અને ઝડપી થાય અને તેઓના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય તે માટે બિન-અધિકૃત વ્યકિતઓની આરટીઓ કચેરીમાં પ્રવેશબંધી અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારી/કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા વાજબી કામ સબબ આવેલા હોય તેવા અરજદારો/નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યકિત અથવા વ્યક્તિઓની ટોળીને સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા, ઉભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તથા આવી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામુ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં ૧૭/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.






Latest News