હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે 500 ની લાંચ લેનારા પોલીસકર્મીને પાંચ વર્ષની સજા


SHARE















માળિયા (મી)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે 500 ની લાંચ લેનારા પોલીસકર્મીને પાંચ વર્ષની સજા

માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતી અને આરોપીને પકડી લીધો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ માળીયા મિયાણામાં રહેતા ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉના ભાઈના પત્ની પુજાબેનને નૈરોબી જવાનું નક્કી થતા પાસપોર્ટ બનાવવા માટેની પ્રોસેસ કરી હતી અને તા. 17/3/2014 ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીના ભાઈના પત્ની પુજાબેનને ફોન આવ્યો હતો અને પોલીસ કર્મચારી અમરતભાઈએ સહી લીધી બાદમાં 500 રૂપિયાની લાંચ માંગી હતી અને ચલણ ફી હતી તો પછી શેના રૂપિયા માંગો છો ? તેવું પૂછાતા પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી માટે વ્યવહાર પેટે 500 આપવા પડશે નહીતર પાસપોર્ટ બનશે નહિ, તેવું કહ્યું હતું.

જેથી એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને બાદમાં એસીબીની ટીમે છટકું ગોઠવી પોલીસ કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ અને આ કેસ મોરબીના સ્પેશ્યલ જજ (એસીબી) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લાના સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરેલ દલીલો તેમજ 7 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી પોલીસ કર્મચારી અમરતભાઈ માવજીભાઈ મકવાણાને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 નો દંડ કરેલ છે અને જો દંડ ન ભારે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારી છે




Latest News