મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા અને ત્રિકોણબાગ પાસેથી બાઈકની ચોરી
SHARE
મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા અને ત્રિકોણબાગ પાસેથી બાઈકની ચોરી
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સમયાંતરે વાહન ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પાસે પાર્ક કરેલી રિક્ષા તથા ત્રિકોણબાગ પાસે પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને બંને ભોગ બનેલ વ્યક્તિઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ગઢની રાંગ વિસ્તાર પાસે સિપાઈવાસમાં રહેતા અમીનભાઇ હારૂનભાઈ બેલીમ (32) નામના યુવાને રીક્ષા ચોરીની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેણે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલથી આગળની શેરીમાં પોતાની ઓટો રીક્ષા નંબર જીજે 2 વાય વાય 5702 પાર્ક કરીને મૂકી હતી જે સાડા લાખ રૂપિયાની કિંમતની રીક્ષા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુના નગરમાં રહેતા સંદીપભાઈ અંબાલાલ તુવેર (44) નામના યુવાને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના ત્રિકોણબાગ પાસે પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં જલારામ સ્ટોર સામે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 કે 8900 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આમ બે યુવાનો દ્વારા જુદી જુદી વાહન ચોરીની બે ફરિયાદ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દેશી દારૂ
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ત્રણમાં રહેતા હસમુખભાઈ ચોવસિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદા જુદા દારૂના બાચકામાં 30 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 6,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હસમુખભાઈ દીપકભાઈ ચોવસિયા ઘરે હાજર ન હોય પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે