મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર રીક્ષા પલ્ટી જતા એકને ઇજા


SHARE













મોરબી-વાંકાનેર હાઈવે ઉપર રીક્ષા પલ્ટી જતા એકને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રીક્ષા પલટી મારી જવાના બનેલ બનાવમાં એકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ બાબતે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના રફાળેશ્વર ગામે રહેતા ભીમાભાઇ ખેંગારભાઈ મકવાણા (ઉમર 47) રીક્ષા લઈને જતા હતા ત્યારે લાલપર ગામ પાસે તેઓની રીક્ષા પલટી મારી જતા ઈજા થતા તેઓને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલએ ખસેડાયા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી તેમ તાલુકા પોલીસએ જણાવેલ છે.

બાળક સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયાળી પાસેના કારખાનામાં લેબર કવાટરમા રહીને ત્યાં મજૂરી કામ કરતા કિશોરભાઈ ચૌહાણનો અગિયાર મહિનાનો દીકરો યસ રમતા રમતા લેબર કવાટરમાં પાણીની ડોલમાં પડી ગયો હતો જેથી તે પાણી પી જતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબી વીસીપરા મેઇન રોડ ખાતે રહેતા દિનેશભાઈ મહાદેવભાઇ બાઈક લઈને વાકાનેર હાઈ વે ઉપરથી જતા હતા ત્યારે રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તાર પાસે બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે અકસ્માતનો બીજો બનાવ પીપળી રોડ ઉપર બન્યો હતો.જ્યાં કારખાનેથી પરત ઘરે જતા સમયે બાઈક ગાય સાથે અથડાતા જગદીશભાઈ હરિભાઈ શેરડીયા (ઉમર 48) રહે.કનેરિયા શેરી કલાણા, રાજકોટ ને ઈજા થતા શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મંગળભાઈ નરસીભાઇ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતો અશોક સરદારસિંગ રાઠવા (ઉમર 20) નામનો યુવાન અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેને અત્રે મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ અકસ્માતનો બીજો બનાવ હળવદના શક્તિનગર પાસે બન્યો હતો જેમાં કામકાજ દરમિયાન કોશ છટકીને લાગતા માથા અને પગે ઇજાગ્રસ્ત હાલતમાં રામદાસ રતનભાઈ (40) રહે.શક્તિનગર વાળાને હળવદ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલએ લાવ્યા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હનીફભાઈ સલેમાનભાઈ સુમરા (ઉમર 50) ને યુનિટમાં મારામારીમાં પાઇપ વડે માર મારવામાં આવતા વાંકાનેર બાદ અત્રે મોરબી સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News