મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામ પાસે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE







મોરબીના રવાપર નદી ગામ પાસે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપોર્ટ પાર્ટીકલ બોર્ડ નામના દાઝી ગયેલા યુવાનને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના ગાજીપુર ગામની રહેવાસી અને હાલ મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપોર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કુલદીપકુમાર રામઅવતાર (ઉમર ૨૧) નામનો યુવાન કારખાનામાં કામ કરતાં સમયે બોઈલર વિભાગમાં વાલ્વ ખોલવા જતાં ગરમ વરાળ લાગતા યુવાન દાજી ગયો હતો.જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન તા.૨૩ ના રાતના ૧૧:૩૦ વાગ્યે મોત નીપજયું છે આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ (ઉમર ૪૮) બાઈકમાં જતા હતા.ત્યારે રાજકોટ હાઇવે જે.પી.ફાર્મ પાસે તેઓના બાઈક સાથે કોઈ જનાવર અથડાતા અકસ્માત બનાવ બનયો હતો જેમાં ઇજાઓ થવાથી રાજેશભાઈ ચૌહાણને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવાયા હતા.જે બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર-થોરાળા રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં લાલપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા હંસાબેન મનસુખભાઈ અંદરપા નામના ૫૫ વર્ષીય મહિલાને ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ખાખરાળા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતાં પરિવારની શિવકન્યાબેન ઈશ્વરભાઈ મેડા નામની ૩૦ વર્ષની મહિલા કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયા હતા.જેથી સિવિલે સારવાર માટે લવાયા હતા અને તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ બહુચર પાર્ટી પ્લોટમાં ઓરડીમાં રહીને મજૂરીકામ કરતાં દિલીપભાઈ કનુભાઈ બારીયા નામના ૧૮ વર્ષના યુવાનને ઉપરોક્ત જગ્યાએ કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યો હતો.






Latest News