મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૨.૦ ડીડીઓ જે.એસ.પ્રજાપતિનાં હસ્તે લોન્ચ કરાયું


SHARE













મોરબી જિલ્લામાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૨.૦ ડીડીઓ જે.એસ.પ્રજાપતિનાં હસ્તે લોન્ચ કરાયું

મોરબી જિલ્લામાં ડીડીઓ જે.એસ.પ્રજાપતિનાં વરદ હસ્તે ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૨.૦ લોન્ચ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.બી.મેહતા, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.દિપક બાવરવા, આર.સી.એચ.ઓ, ડી.એમ.ઓ અને મોરબી જીલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર અને તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર હાજર રહેલ. આ અભિયાન આપણા યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છેતમાકું એ વ્યસન ની દુનિયાનું પ્રથમ પગથિયું છે ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) 2019 પ્રમાણે, ગુજરાતમાં 13-15 વર્ષની ઉંમરનાં લગભગ5.4% વિદ્યાર્થીઓ તંબાકુના કોઈપણ પ્રકારનો  ઉપયોગ કરે છે. ગુજરાતના યુવાનોમાં સિગારેટ અને તંબાકુનો વધતોજતો ઉપયોગ ચિંતા નો વિષય છે. આ આંકડા દર્શાવે છે કે તંબાકુ સામેની લડાઈ હજી પૂર્ણ નથી થઈ. ખાસ કરીને યુવાનો, જે મિત્ર દબાણ, જાહેરાતો, અને તંબાકુ પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે, તે સૌથી વધુ સંવેદનશીલ ગૃપ છે. આમ આ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં આવનારા ૬૦ દિવસ (૨૪/૦૯/૨૦૨૪ થી ૨૩/૧૧/૨૦૨૪) દરમ્યાન મુખ્ય ૪ વ્યૂહરચના પર કામ કરવાનું છે જેમાં જીલ્લામાં ૧૬૦ જેટલી તમાકું મુક્ત શૈક્ષણિક સંસ્થા (TOFEI), ૨૦ જેટલા સ્મોક ફ્રી વિલેજ, ૩૦ જેટલા પ્રચાર પ્રસારનાં કેમ્પેઈન, ૧૬ જેટલી COTPA 2003 એક્ટનું સખત અમલવારી માટે ઇન્ફોર્સમેન્ટ રેઇડ કરવી અને સોશ્યલ મીડિયાને સંલગ્નતા સર્જનાત્મક કૃતિઓ, સૂત્રો, અને કન્ટેન્ટેટ નિર્માણ તેમજ ડોકટરો સાથે સામૂહિક ટોક શો, સાક્ષાત્કાર, અને શૈક્ષણિક વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કરી જન જાગૃતી ફેલાવવામાં આવશે. 






Latest News