મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરીને બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો
મોરબીમાં યુવાનની તેના જ મિત્રે મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને કરી હત્યા: આરોપી હાથવેંતમાં
SHARE
મોરબીમાં યુવાનની તેના જ મિત્રે મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને કરી હત્યા: આરોપી હાથવેંતમાં
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં હાલમાં બહેનના ઘરે રહેતો યુવાન તેના મિત્રો સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે કાર ઊભી રાખી હતી ત્યારે મોબાઈલ બાબતે વાતચીત કરીને ઝપાઝપી કરીને એક શખ્સ દ્વારા ત્રણ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જે ત્રણ પૈકીના એક યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા કરવામાં આવી હતી જેથી તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપી હાથવેંતમાં છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન ઉર્ફે દાઢી જામ મીયાણા રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તેઓનો ભાઈ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (30) તથા તેના મિત્રો ગાડીમાં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે થઈને સેવા કેમ્પમાં જઈ રહ્યો હતો દરમિયાન કાર ઉભી રાખી હતી ત્યારે આરોપી ઈરફાન દાઢીએ મોબાઈલ બાબતે વાત કરીને ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ તેના પાસે રહેલ છરી વડે તેને હુમલો કર્યો હતો અને ત્યારે શામજીભાઈ, જગદીશભાઈ અને પ્રભુભાઈને છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે, ટૂંકી સારવાર દરમિયાન શામજીભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે
હાલમાં મૃતકના ભાઈ પાસેથી જાણવા મળેલ વિગત પ્રમાણે તેનો ભાઈ કારખાનામાં નોકરી કરતો હતો જો કે, કારખાનું બંધ હોવાથી છેલ્લા થોડા દિવસોથી તે તેના બહેન કોકીલાબહેનના ઘરે રહેવા માટે થઈને આવ્યો હતો દરમિયાન રાજભા સાથે તે ચાર મિત્રો માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે થઈને જે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સેવા કેમ્પની અંદર સેવા આપવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન ઘટના સ્થળ પાસે કાર ઊભી રાખી હતી તેવામાં મોબાઈલ બાબતે ઇરફાન દાઢીએ બોલાચાલી કરી હતી અને છરી વડે હુમલો કર્યો હતો જે બનાવમાં તેના ભાઈને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનો મોત નીપજ્યું છે હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હત્યાના આ બનાવમાં મૃતકના બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક શામજીભાઈ ચાવડા, જગદીશ અને આરોપી ઈરફાન ઘટના બની તે પહેલા મોરબીની ત્રાજપર ચોકડી પાસે બેઠા હતા ત્યારે આરોપી ઈરફાનનો મોબાઈલ મિસ પ્લેસ થયો હતો અને મૃતક તેમજ જગદીશ બંને ઇશારા કરતાં હતા જેથી તેને મોબાઈલ લીધો હોવાની તેને શંકા હતી અને તે લોકો સેવા કેમ્પમાં સેવા આપવા માટે જઇ રહ્યા હતા ત્યારે વેજીટેબલ રોડે યાસીનનામના તેના મિત્રને લેવા માટે ગાડી ઊભી રાખી હતી તેવામાં આરોપીએ ત્યાં આવીને મોબાઈલ લઈ લીધો હોવાની શંકા રાખીને છરી વડે હુમલો કર્યો હતો તેવી વિગત સામે આવેલ છે અને આજ સાંજ સુધીમાં હત્યાના આ બનાવમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે