હળવદના રાયધ્રા ગામે ઘરમાંથી 1.90 લાખના દાગીનાની ચોરી
SHARE
હળવદના રાયધ્રા ગામે ઘરમાંથી 1.90 લાખના દાગીનાની ચોરી
હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરમાં સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા 1.90 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયા (42)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 13/7/2024 ના સાંજના 7:30 વાગ્યાથી લઈને 19/7/2024 ના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કરીને ઘરમાં રાખવામાં આવેલ કબાટના લોકરને તોડવામાં આવેલ છે અને ત્યારબાદ તેમાંથી સોનાના કાનમાં પહેરવાના બે નંગ દોઢ તોલાના કોકરવા અને ગળામાં પહેરવાની સોનાની સાડા ત્રણ તોલાની મગમાળા આમ કુલ મળીને 1.90 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના બગથળા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં કાજલબેન ભીમાભાઇ મકવાણા (19), કાજલબેન ચંદુભાઈ મકવાણા (18), મંજુબેન નવઘણભાઈ મકવાણા (45), ઉષાબેન વિજયભાઈ મકવાણા (20) અને કેસુબેન ભીમાભાઇ મકવાણા (50) નામના મહિલાઓને ઈજા થયેલ હતી જેથી તે તમામને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી