મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ
Morbi Today

મોરબી જિલ્લામાં અનેક ગ્રામીણ ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અવિરતપણે ચાલુ


SHARE





























મોરબી જિલ્લામાં અનેક ગ્રામીણ ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અવિરતપણે ચાલુ

મોરબી જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે મોરબી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.  

હાલ મોરબી જિલ્લામાં બેલા-સનાળા(ત), ભડીયાદ-જોધપર, દલડી-કાશીપર, ભડીયાદ-રફાળેશ્વર, પંચાસર-વઘાસિયા, વઘાસીયા-લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-વાંકીયા-પંચાસર સહિતના માર્ગો પર ખાડા પુરી પેચવર્ક કરવાની તથા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત તથા પેચવર્ક સહિતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે.
















Latest News