મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે યુવાન અને તેની માતા-પત્નીને માર મારવાના ગુનામાં 6 સામે કાર્યવાહી


SHARE







































મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે યુવાન અને તેની માતા-પત્નીને માર મારવાના ગુનામાં 6 સામે કાર્યવાહી

મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો હતો ત્યારબાદ વાતચીત કરવાના બહાને યુવાન તેના માતા અને પત્નીને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને યુવાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તે ગુનામાં 6 આરોપીને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી.

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે ડિવાઇન પાર્કમાં આવેલા સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા અને ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામા રહે. બધા સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના માતા સવિતાબેન અને આરોપી વિશાલ ઘોડાસરાના માતા વચ્ચે પાર્કિંગમાં ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ફરિયાદીના માતાને પાર્કિંગ ખરાબ થતું હોય ત્યાંથી ચપ્પલ પહેરીને ન જવા માટે થઈને કહેવામાં આવ્યું હતું

ત્યારબાદ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં નરેન્દ્રભાઈને ફોન કરીને વાતચીત કરવા માટે એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં વિશાલભાઈ તેના માતા સવિતાબેન અને તેના પત્ની શોભનાબેન અગાસી ઉપર ગયા ત્યારે તેઓને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા દ્વારા આરોપી કેવલ કારુભાઇ વિરમગામ (24), પિયુષ ગોકળભાઈ સવસાણી (34), ધવલ નાનજીભાઈ જીવાણી (30), વિશાલ અમરશીભાઈ ઘોડાસરા (28), નિલેશ પ્રભુભાઈ બારૈયા (45) અને ભાવિક કારુભાઇ વિરમગામા (28) રહે બધા સત્ય એપાર્ટમેન્ટ વાળાને પકડીને તેની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
















Latest News