મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટનામાં હથિયાર આપનાર શખ્સની બે પિસ્તોલ અને પાંચ કાર્ટિસ સાથે ધરપકડ


SHARE







































મોરબીમાં હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટનામાં હથિયાર આપનાર શખ્સની બે પિસ્તોલ અને પાંચ કાર્ટિસ સાથે ધરપકડ

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામ પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ઇજા પામેલ વ્યક્તિ તેમજ હથિયાર આપનારની સામે મોરબી એ ડિવિઝન  પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હથિયાર આપનાર શખ્સ પાસેથી કુલ બે પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટિસ કબજે કરવામાં આવ્યા છે અને આરોપી તેમજ મુદામાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે તા. 27/9 ના રોજ રાત્રિના 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં હથિયાર ચેક કરતા સમયે ફાયરિંગ થયું હતું અને જેમાં મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના વ્યક્તિને સાથળના ભાગે ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હથિયાર આપનાર મોન્ટુ પલ્લભભાઈ રાવલ તથા ઇજા પામેલ મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને તે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ હકીકત આધારે પોલીસે આ બનાવમાં વપરાયેલ પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ આમ કુલ મળીને બે પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્ટિસ મળી આવતા પોલીસે 20,000 રૂપિયાની કિંમતની બે પિસ્તોલ તથા 500 ના કાર્ટિસ આમ કુલ મળીને 20,500 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લભભાઈ રાવલ (28) રહે. ભક્તિનગર સર્કલ અનામિકા પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપી તેમજ મુદામાલ મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી પાસેથી ગેરકાયદે હથિયાર કયાંથી આવેલ છે અને તેની પાસે હથિયાર કેમ રાખતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
















Latest News