મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે જીઆઇડીસીના ગોડાઉનમાંથી દારૂની 25,056 બોટલ ઝડપાઈ: આરોપીઓની શોધખોળ


SHARE







ટંકારાના છતર પાસે જીઆઇડીસીના ગોડાઉનમાંથી દારૂની 25,056 બોટલ ઝડપાઈ: આરોપીઓની શોધખોળ

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં સત્યમ પોલીમર્સના ગોડાઉનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ગોડાઉનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 25,056 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 28,05,120 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ગોડાઉનના કબજેદાર તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લામાં અંદાજે છ મહિના પહેલા એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાં મળીને બે કરોડથી વધુનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો ત્યારબાદ હાલમાં ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના છત્તર ગામ પાસેની જીઆઇડીસીમાં એક ગોડાઉનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી છે. અને ત્યાંથી પણ બહુ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે

હાલમાં ટંકારા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે છતર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે ટંકારા પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 25,056 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 28,05,120 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો.

હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છતર જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નંબર 123 માં આવેલા સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનના કબજેદાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેઓની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે ટંકારા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News